તપાસ પહેલા જ અધિકારી બદલાયા, HNGUમાં પરીક્ષા કૌભાંડની તપાસ હવે કયા અધિકારીને સોંપાઈ ? જુઓ વીડિયો
Continues below advertisement
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (Hemchandracharya North Gujarat University)ની કૌભાંડની તપાસ હવે નાગરાજનની જગ્યાએ પંકજ કુમાર (Pankaj Kumar) કરશે. તપાસ શરૂ થાય એ પહેલા જ ચાર દિવસમાં તપાસ અધિકારી બદલાયા છે. નાગરાજન 15 દિવસ માટે ચૂંટણીની જવાબદારીમાં હોવાથી પંકજ કુમારને ગેરરીતીની તપાસ સોંપવામાં આવી છે. MBBSના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવા અને ઉત્તરવહી બદલવાના કૌભાંડને લઈ શિક્ષણમંત્રી ભુપેંદ્રસિહ ચુડાસમા (Bhupendrasinh chudasama)એ પાટણ યુનિવર્સિટીના કુલપતિ જે.જે.વોરાને ગાંધીનગર બોલાવ્યા. MBBSની પ્રથમ વર્ષની પરીક્ષામાં નાપાસ ત્રણ વિદ્યાર્થીઓને રિએસેસમેંટમાં ઉત્તરવહી બદલી કરી પાસ કરાવી દેવાનું કૌભાંડ આચરાયું..
Continues below advertisement