Nilesh Kumbhani Form Cancel | કુંભાણી મુદ્દે હવે કોંગ્રેસનું શું રહેશે લિગલ સ્ટેન્ડ?
gujarati.abplive.com
Updated at:
21 Apr 2024 05:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok sabha Election 2024: છેલ્લા બે દિવસથી રાજ્યમાં સુરત લોકસભા બેઠક પર વિવાદ શરૂ થયો છે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે, કુંભાણીના ઉમેદવારી પત્રકમાં ટેકેદાર તરીકેની સહી તેમની નથી. આ પછી સુરત બેઠક પર હાઇ વૉલ્ટેડ ડ્રામા શરૂ થયો હતો, જોકે, આજે કલેક્ટર કચેરીમાં લાંબી સુનાવણી બાદ આ હાઇ વૉલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થઇ ગયુ છે, હવે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે. છેલ્લા બે દિવસથી અહીં હાઇ વૉલ્ટેડ ડ્રામા ચાલી રહ્યો હતો.