Ham Radio License | હવે ચાર મહિનામાં જ મળી જશે હેમ રેડિયોનું લાયસન્સ

Continues below advertisement

Ham Radio License | હેમ રેડિયો કે જે આપત્તિના સમયે અથવા તો જ્યાં કોઈપણ પ્રકારનો સંપર્ક ન થઈ શકે ત્યાં સંચાર માટેનું મહત્વનો ભાગ ભજવતો હોય છે. જોકે ટેકનોલોજીના યુગમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે રહ્યો છે. જ્યારે હેમ રેડિયોને ફરીથી ઓળખ છપાવવા માટે અને તેના અસ્તિત્વના ટકાવી રાખવા માટે કેન્દ્રીય સંચાર વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. અગાઉના સમયમાં હેમ રેડિયો ઓપરેટર બનવા માટે પરીક્ષા પાસ કર્યા બાદ પાંચથી સાત વર્ષ સુધી લાયસન્સ મેળવવા માટે રાહ જોવાની ફરજ પડતી હતી. પરંતુ હવે સંચાર વિભાગે તેમાં મોટો બદલાવ કર્યો છે જેથી હવે જે કોઈ વ્યક્તિ હેમ રેડિયો ઓપરેટર બનવા માંગે તેને પરીક્ષા પાસ કરી તેનું પરિણામ પણ ઝડપથી આપી લાયસન્સની પ્રક્રિયા છ મહિનાની અંદર પૂર્ણ કરવા માટેનો દાવો કરવામાં આવી રહ્યો છે. હેમ રેડિયોએ એક પ્રકારનું ડિવાઇસ છે જે અંતરિયાળ વિસ્તાર અથવા તો આપદાના સમયમાં જ્યારે એક સ્થાન પરથી બીજા સ્થાન પર સંપર્ક કરવા માટે તમામ માધ્યમો નિષ્ક્રિય બની જાય છે ત્યારે હેમ રેડીયો એકમાત્ર સંપર્ક સાચવા માટેનું સાધન હોય છે. કારણ કે મોબાઈલ ફોન ચલાવવા માટે જેથી કંપનીના ટાવર હોય છે અને ટાવરના નેટવર્કની મદદથી ફોન ચાલતો હશે પરંતુ હેમ રેડિયો ના કિસ્સામાં કોઈપણ ટાવરની જરૂરિયાત હોતી નથી, મેગ્નેટિક ફ્રિકવન્સી દ્વારા એક વ્યક્તિ સીધી રીતે બીજી વ્યક્તિને મૌખિક સંદેશો મોકલી શકે છે. માત્ર આટલું જ નહીં પરંતુ હેમ રેડિયો ના અસ્તિત્વને કાયમ રાખવા માટે કેન્દ્રીય સંચાર મંત્રી દેવોશી ચૌહાણ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે અભ્યાસક્રમોમાં જો હેમ રેડિયો આ વિષયને દાખલ કરવામાં આવે તો નાનપણથી જ બાળકોમાં તેના પ્રત્યે સમજ મળી શકે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram