Banaskantha News | પાલનપુરમાં ખેતીપાકમાં જીવાતો પડતાં જગતનો તાત ચિંતામાં મુકાયો

Continues below advertisement

બનાસકાંઠાના પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પાકમાં કાતરા જેવી જીવાતથી ખેડૂતોથી મુશ્કેલીમાં વધારો થયો. આ વર્ષે 16 હજાર 500 હેક્ટરમાં ખેડૂતોએ મગફળી, બાજરી, કપાસ, મગ અન અડદ સહિતનું મોંઘુદાટ બિયારણ લઈ વાવેતર કર્યું. જો કે શરૂઆતમાં વાવણી લાયક વરસાદ વરસ્યો.. જે બાદ વરસાદ ખેંચાયો. ત્યારે હવે ઉભા પાકમાં કાતરા ઇયળ જેવી જીવાત પડી છે. જીવાતના ઉપદ્રવથી વાવેતર નષ્ટ થઈ રહ્યું છે.. એટલું જ નહીં જીવાત પાકના પાંદડા કોરી ખાતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. અને ખડૂતોની હાલત કફોડી બની.. ત્યારે ખેડૂતોએ માગ કરી કે પ્રશાસન વહેલી તકે પાક નુકસાનને લઈ સર્વે કરાવે.. અને સહાય પણ આપે. તો ખેતીવાડી અધિકારીએ દાવો કર્યો કે.. સર્વે કરી દવાનો છંટકાવ કરવા જાણ કરવામાં આવી છે અને પાક બચાવવા માટે ખેડૂતોને ગ્રામસેવકો સમજણ પણ આપી રહ્યા છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram