Palanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા
Continues below advertisement
એબીપી અસ્મિતાના પર્દાફાશ બાદ હવે સુપર મહાઠગ નિરંજન શ્રીમાળીની નાઉસ્ટાર્ટ વે કંપનીમાં નાણાં ગુમાવનારા એક બાદ એક વ્યકિતઓ સામે આવી રહ્યા છે. હવે મહેસાણાના એક વેપારી સામે આવ્યા છે. મહેસાણાના વેપારી વિરમજી ઠાકોરે નિરંજનની લોભામણી સ્કીમમાં ચાર લાખ રૂપિયાનું રોકાણ કર્યાનો પર્દાફાશ થયો છે. વેપારીએ ઘટસ્ફોટ કર્યો કે ઉત્તર ગુજરાતમાં પાટણના મેસરા ગામના પ્રવિણજી ઠાકોર, સેધા ગામના પૂર્વ સરપંચ અરજનજી ઠાકોર, રામપુરાના બી.જે. ઝાલા, સિદ્ધપુરના જીગર ઠાકોર, મહેસાણાના સુરેશ પરમાર સહિતના એજન્ટો લોકોને નાણાં રોકાવતા હતાં. સીએમ રાવત નામનો વ્યકિત તમામ એજન્ટોનું સંચાલન કરતો હતો.. નાણાંનું રોકાણ કરવા માટે એગ્રીમેન્ટ કરવામાં આવતું હતું અને રોકાણકારોને કોરા ચેકો પર સહી કરી આપવામાં આવતી હતી. હવે ભોગ બનનાર વેપારી ટૂંક સમયમાં આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવશે....
Continues below advertisement
Tags :
Palanpur News