Parliament Session 2024| પેપર લીક મુદ્દે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ સંસદમાં શું કહ્યું?
આજે સંસદમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સંબોધન કરતા પીએમ મોદીની સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી આ સાથે તેમણે CAA દ્રારા જેમને દેશની નાગરિકતા મળી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકમાન પાઠવી હતી. પેપર લીકના મુદાનો પણ તેમણે સંબોધનમાં ઉલ્લેખ કર્યો છે. રાષ્ટ્રપતિ વડાપ્રધાન મોદી 2 કે 3 જુલાઈના રોજ આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી શકે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે (27 જૂન, 2024) તેમના સંબોધનમાં મહિલાઓ, ખેડૂતો, અર્થતંત્ર અને સંરક્ષણ ક્ષેત્ર સહિત ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીના નેતૃત્વમાં રચાયેલી નવી સરકારના આગામી બજેટ તરફ ઈશારો કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે કેન્દ્રીય બજેટ ભવિષ્યલક્ષી દસ્તાવેજ હશે, સુધારાઓને ઝડપથી આગળ વધારવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર કૃષિ પેદાશોના સંગ્રહ માટે કામ કરી રહી છે અને કૃષિ પેદાશો માટે MSP (ન્યૂનતમ ટેકાના ભાવ)માં વધારો કરવામાં આવ્યો છે.