પાટણના આ ખેડૂત ખેતી અને પશુપાલન મારફતે લાખોની કમાણી કરે છે
Continues below advertisement
પાટણ તાલુકાના બોરતવાડા ગામના ખેડૂત હરેશ પટેલે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો પરંતુ નોકરીના બદલે ખેતી અને પશુપાલન પ્રત્યે લગન લાગતા ઓર્ગેનિક ખેતી અને પશુપાલન કરીને આજે લાખો રૂપિયા કમાય છે. તેમણે પ્રાકૃતિક ખેતીની સાથે ગાયોનાં સંવર્ધન, બીજદાનના વ્યવસાયમાં પણ ઝંપલાવ્યું..આજે તેમની પાસે 44 ગાયો છે..ગાયોના દૂધમાંથી ઘી બનાવવા ઉપરાંત ગાયના મૂત્રમાંથી અર્ક અને ગોબરમાંથી ઈકોફ્રેન્ડલી ઘૂપબત્તી અને પંચદ્રવ્યમાંથી નસ્ય જેવી ચીજો બનાવી લાખોની કમાણી કરે છે...પશુપાલનમાં મેળવેલી મહારથને પગલે રાજ્ય સરકારનો શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ પણ આ યુવા ખેડૂત જીતી ચુક્યા છે. તો અનેક લોકોને સીધી અને આડકતરી રીતે રોજગારી પણ પુરી પાડી રહ્યા છે.
Continues below advertisement