ઉત્તર ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવા પાટણના ધારાસભ્યએ CM રૂપાણીને લખ્યો પત્ર

Continues below advertisement
પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને ઉત્તર ગુજરાત અને પાટણ જિલ્લાના ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ કરી હતી.  ધારાસભ્ય કિરીટ પટેલે પત્રમાં જણાવ્યું હતું કે, રવિ સીઝનમાં રાત્રી દરમિયાન વીજળીથી ખેડૂતોને પિયત કરવામાં મુશ્કેલી આવે છે. તે સિવાય રાત્રી દરમિયાન વીજળીમાં પિયત કરતા પાણીનો પણ બગાડ થઇ રહ્યો હોવાની વાત કરી હતી. તેમણે આ મામલે સરકાર દ્ધારા ખેડૂતોને દિવસે વીજળી અપાય તેવી પત્રમાં માંગ કરાઇ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram