Patan News: પાટણની હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં

Continues below advertisement


પાટણની હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં. પરીક્ષામાં હાથેથી લખેલા પેપરની ઝેરોક્ષ અપાતા વિદ્યાર્થીઓ મૂંઝાયા. MA સંસ્કૃતના પેપર નંબર ત્રણની મંગળવારે પરીક્ષા હતી. પરંતુ કોમ્પ્યુટર પ્રિન્ટના બદલે કોલેજોને હાથેથી લખેલા પ્રશ્નપત્રની કોપી ઈ-મેઈલ કરાઈ. જેની ઝેરોક્ષ કાઢી વિદ્યાર્થીઓને આપવામાં આવી. પ્રશ્નપત્ર હાથમાં આવતા વિદ્યાર્થીઓ પણ ચોંકી ગયા. સમગ્ર મામલે વિવાદ થતા પરિક્ષા નિયામક ડૉક્ટર મિતુલ દેલીયાએ સ્પષ્ટતા કરી કે, સામન્ય રીતે પરીક્ષા શરૂ થાય તેની ગણતરીની મિનિટો પહેલા ERP સિસ્ટમ પર પ્રશ્નપત્ર અપલોડ કરવામાં આવે છે, જેથી ગેરરીતિની કોઈ ઘટના ન બને...પરંતુ કોમ્પ્યુટર ઓપરેટરની બેદરકારીના કારણે સંસ્કૃત ભાષાના કેટલાક શબ્દો છપાતા ન હતા... પરીક્ષામાં વિલંબ ન થયા તે માટે હાથેથી લખેલી કોપી તમામ કોલેજને -ઈ-મેલથી મોકલવામાં આવી...પરંતુ હવે આ સમસ્યા ઉકેલી લેવામાં આવી છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram