ગાંધીનગરઃ તલાટીને એફિડેવિટની સત્તા સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન, જુઓ વીડિયો

Continues below advertisement
તલાટીઓને એફિડેવીટ કરવાની રાજ્ય સરકારે સત્તા આપવાના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન થઇ હતી.નોટરી એસોસિએશને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જાહેર હિતમાં કરાયેલી અરજીમાં નોટરી એસોસિએશને રજૂઆત કરી હતી કે સરકારના આ નિર્ણયથી સામાજિક અને કાયદાકીય ગૂંચવણ ઊભી થશે. તલાટીઓના કામનું ભારણ વધશે અને નોટરી વકીલોની રોજગારી પર વિપરીત અસર પડશે. તલાટીને એફિડેવિટ કરવાની સત્તા આપવાથી ગેરરીતિ થવાની શક્યતા અંગે પણ કોર્ટમાં કરાયેલી અરજીમાં રજૂઆત કરાઇ હતી. તે સિવાય તલાટીની લાયકાત અંગે પણ અરજીમાં સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram