PM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?
Continues below advertisement
પ્રધાનમંત્રી મોદીએ GMDC ગ્રાઉન્ડ ખાતે જનમેદનીને સંબોધતા કહ્યું, 60 વર્ષ બાદ દેશની જનતાએ ઈતિહાસ રચ્યો, સતત ત્રીજી વખત એક જ સરકારને કામ કરવાની તક પૂરી પાડી છે. ત્રીજી ટર્મમા અભૂતપૂર્વ નિર્ણયો લેવાની મે ગેરંટી આપી હતી. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમણે ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ પછી તેઓ રાજભવન જવા રવાના થઈ ગયા હતા.
પીએમ મોદીએ આજે તેમના જન્મદિવસ પૂર્વે ગુજરાતને મોટી ભેટ આપી છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. આ સાથે તેઓએ ટ્રેનમાં પ્રવાસ પણ કર્યો. તેમની સાથે 150 લોકો પણ આ ટ્રેનના ઉદ્ધઘાટન સમયે પ્રવાસ કર્યો. ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી તેઓ મુસાફરી કરી.
Continues below advertisement