છોટાઉદેપુરઃ ભજન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવ મામલે પોલીસે આયોજકની કરી ધરપકડ

Continues below advertisement
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગઢ ભીખાપુરા ગામે રામદેવ પીરના આશ્રમમાં રાત્રી દરમિયાન ભજન કીર્તન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યમાં લોકો એકઠા થયા હતા અને સ્ટેજ ઉપર મહારજ ની સાથે ભાજપના સ્થાનિક નેતાઓ પણ હાજર હતા અને તમામેં કોવિડ 19 ની ગાઈડલાઈન ના લિરે લીરા ઉડાવ્યા હતા જે બાબતે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કરી સવાલ કર્યા, એબીપી અસ્મિતા ના અહેવાલ ને લઈ કદવાલ પોલીસ સ્ટેશનમાં કાર્યક્રમના આયોજક ભરતભાઈ રાઠવા સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, જાહેરનામા ના ભંગ અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. તો માસ્ક વિના ત્યાં હાજર લોકો સામે 10 હજાર સુધીનો દંડ વસૂલાયો છે. સાથે સાથે વિડિઓના આધારે અન્યો સામે પણ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram