Shaktisinh Gohil: ગુજરાતમાં ટી-શર્ટને લઈને રાજકારણ ગરમાયું, શક્તિસિંહે કહ્યું,ખોટા કેસ કરવામાં અંગ્રેજોનું શાસન જતું રહ્યું!
વીર સાવરકરના ટી-શર્ટ વિવાદ રાજનીતિ તેજ થઈ છે.. ત્યારે આ સમગ્ર વિવાદ પર મુંબઈના ઈંદુમતી વસંતલાલ શાહ ચેરીટેબલ ટ્રસ્ટના ઉમેશ શાહે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી.. ઉમેશ શાહે સ્પષ્ટતા કરતા કહ્યું કે દર વર્ષે બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય તેવી વસ્તુઓનું 2018થી વિતરણ કરવામાં આવે છે.. જેમાં ટ્રસ્ટ તરફથી બાળકોને ટી-શર્ટ, ટોપી અને નોટબુકનું વિતરણ કરવામાં આવે છે.. અમારૂ ટ્રસ્ટ કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલ નથી.. ગયા વર્ષે ટ્રસ્ટ તરફથી મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજના ફોટા સાથેના ટી-શર્ટ છપાવ્યા હતા.. ત્યારે જે પ્રકારે વીડિયોમાં પ્રચાર થાય છે તે વાતથી ખુબ જ દુઃખ થાય છે.
દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ દરમિયાન ગઇકાલે ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વીર સાવરકરના ટીશર્ટ પર રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસ નેતાઓએ ટીશર્ટ ઉતરાવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ ફરિયાદ પર કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું નિવેદન આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે સત્તાનો દૂરુપયોગ કરી કોંગ્રેસ આગેવાનો સામે ફરિયાદ નોંધાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ નેતાઓ સામે ફરિયાદ અંગે શક્તિસિંહ ગોહિલનુ નિવેદન પણ સામે આવ્યું છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, જેમણે માફી માંગી છે તેમનો ઈતિહાસમાં ઉલ્લેખ છે. તેમણે કહ્યુ કે, બાળકોને સાચો ઇતિહાસ શીખવવાની રજૂઆત કરતા નેતા વિરૂદ્ધ કેસ કરાયો છે. કોંગ્રેસ નેતાઓ સામે સરકારના ઈશારે કેસ દાખલ કરાયો છે. આ સાથે ઉમેર્યું કે, બાળકોએ ટીશર્ટ પહેર્યા હતા તેમને અમારા નેતાઓએ સમજાવતા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આવા ખોટા કેસ અંગ્રેજોએ ખૂબ કર્યા.”ખોટા કેસ કરવામાં અંગ્રેજોનું શાસન જતું રહ્યું” જનતા યોગ્ય સમયે પોતાનો જવાબ આપશે.