Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણ
Continues below advertisement
Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણ
રાજ્યમાં એક મોટું કૌભાંડ સામે આવ્યુ છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં મોટા પાયે ચાલી રહેલી પૉન્ઝી સ્કીમનો CID ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. ગુજરાતનું સૌથી મોટું સ્કેમ કરનારા BZ ગૃપ પર CIDની તવાઈ થઇ છે. આ કંપની પર પૉન્ઝી સ્કીમ થકી રોકાણ કરાવી 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યાંનો આરોપ લાગ્યો છે. આ આરોપો લાગ્યા બાદ BZ ગૃપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે, ખાસ વાત છે કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો સભ્યો હોવાનું પણ પ્રકાશમાં આવ્યુ છે. ભાજપના મોટા નેતાઓ સાથેના ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફોટા સોશ્યલ મીડિયા પર પણ ખુબ વાયરલ થઇ રહ્યાં છે.
Continues below advertisement