Maniyaro Raas | પોરબંદરમાં મહેર યુવાનોએ મણિયારો રાસની રમઝટ બોલાવી
ગુજરાતના લોકનૃત્યોમાં રાસના અનેક પ્રકારો છે. જેમાં એક છે મણિયારો રાસ, કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં મહેર સમાજ દ્વારા રમવામાં આવે છે. આજના આધુનિક યુગમાં જ્યારે ખેલૈયાઓ ફિલ્મી ગીતો કે પછી નવા નવા ડાન્સ સ્ટેપ સાથે ગરબે રમે છે ત્યારે પોરબંદરમાં આજે પણ મહેર સમાજ દ્વારા જુની સંસ્કૃતિને જાળવી રાખવામાં આવી છે.
મહેર સમાજના યુવાનો સફેદ કળિયા અને ચોરણી પહેરી માતાનો ગરબો રમે છે. પોતાની પરંપરાગત વેશભુષા આજે પણ તેમણે જાળવી રાખી છે. શેરી ગરબીઓે અને કેટલીક ખાનગી ગરબીઓનો બાદ કરતા નવરાત્રિના તહેવારમાં આજે પ્રાચીન ગરબાઓ ભાગ્યે જ કોઈ જગ્યા જોવા મળે છે.જો કે, પોરબંદરમાં મહેર સમાજે આજે પણ તેમની સંસ્કૃતિ જાળવી રાખી છે.
તમને જણાવી દઈએ કે, આજે દેશ વિદેશમાં તેમજ દરેક રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ અચુક મહેરનો મણીયારો આપણે જોવા મળે છે. મણીયારો રાસ રમતી વેળાએ પુરુષો આંગણી, ચોરણી અને પાઘડી અને ખેસ પહેરીને રમે છે. મહેર સમાજે આજે પણ પોતાનો વારસો જાળવી રાખ્યો છે. આ ગરબીને જોઈને આપણે ચોક્કસ કહી શકીએ કે ગુજરાતની ભાતીગળ અને ખમીરવંતી સંસ્કૃતિ કેટલી મહાન છે.