Junagadh | જૂનાગઢના પ્રોફેસર રણજિત પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે
Continues below advertisement
જૂનાગઢ સરકારી પોલિટેક્નિક કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસર રણજિત પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.. 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિતે તેમને આ વિશેષ સન્માન અપાશે.. શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા દેશમાંથી 16 નામની આ મુદ્દે પસંદગી કરાઇ.. જેમાંથી જૂનાગઢના પ્રોફેસર રણજિત પરમારના નામની એક માત્ર ગુજરાત રાજ્યમાંથી પસંદગી કરવામાં આવી.. ઈજનેર અભ્યાસક્રમમાં જે વિધાર્થીઓ ગુજરાતી માધ્યમમાંથી આવતા હોય તેઓ સરળ ભાષામાં અભ્યાસક્રમ સમજી શકે તે માટે રણજિત પરમારે વીડિયો તૈયાર કર્યાં.. રાષ્ટ્રપતિ ચંદ્રકની પસંદગી માટે તેમના વિશેષ તૈયાર કરેલા વીડિયોની સાથે કોલેજની હરિયાળી, વિવિધ પ્રવૃત્તિના પાસાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા.. એવોર્ડ માટે પસંદગી માટે પ્રોફેસર રણજિત પરમારે ખુશી વ્યક્ત કરી.. અને ટીમ વર્કનો ભાગ ગણાવી સ્ટાફના દરેકને શ્રેય આપ્યો..
Continues below advertisement
Tags :
Junagadh