Rahul Gandhi controversy | શું હવે ક્ષત્રિયો રાહુલ સામે માંડશે મોરચો? | સંકલન સમિતિનું મોટું નિવેદન
Continues below advertisement
રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગે વિવાદિત નિવેદનનો મામલો. સંકલન સમિતિના સભ્ય ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાનું નિવેદન. રાહુલ ગાંધીનું નિવેદન વખોડવા લાયક છે, રાજા રજવાડાઓ એ તો આપ્યું છે,કોઈનું છીનવ્યું નથી. પરંતુ અમારો મુદ્દો અત્યારે રૂપાલાના વિરોધનો જ છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર નિવેદન કર્યું છે,અમારી લડાઈ નારી અસ્મિતાની છે,જે ચાલુ રહેશે. રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓ અંગે નિવેદન આપ્યું છે,જે અગાઉ પણ અનેક લોકો આપી ચૂક્યા છે. ક્ષત્રિય સમાજનો ઉદ્દેશ ગુજરાતની 26 સીટ પર ભાજપના ઉમેદવાર વિરુધ્ધ મતદાન કરાવવું તે જ રહેશે. રૂપાલાના નિવેદન વખતે હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ કેમ ટ્વીટ નહોતા કરતા. ભાજપનો વિરોધ ચાલુ જ રહેશે કારણ કે રૂપાલાએ નારીઓનું અપમાન કર્યું છે.
Continues below advertisement