Rain Red Alert | આજે 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે અત્યંત ભારે વરસાદ | મોટી આગાહી

Continues below advertisement

અમદાવાદ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને આજે મેઘરાજા ઘમરોળશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનનગર જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નર્મદામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં 8 ઈંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા હોય છે. બીજી તરફ જૂનાગઢ, રાજકોટ, બોટાદની સાથે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં સાડા ચાર ઈંચથી આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram