Kutch Heavy Rains | કચ્છમાં વરસી આકાશી આફત!, પાણીના ધસમસતા પ્રવાહમાં ફ્રિજ તણાયું

Continues below advertisement

કચ્છના રાપરમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી રાપરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, કચ્છના રાપરમાં  ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે રાપરના મુખ્ય બજારોમાં નદીની માફક પાણી વહેતા થયા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન તણાઇ ગયો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકતા રાપરમાં ખેડૂતોને નુકસાન થયું હતું. રાપર, ગાગોદર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

રાપર શહેર સહિત તાલુકાના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાગોદર સહિતના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. તો જિલ્લાના મુખ્ય મથક ભૂજ અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો. માધાપરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો ભચાઉ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram