Ambalal Patel: 'સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત થશે જળબંબાકાર': હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

Continues below advertisement

રાજ્યમાં આગામી 3 દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં 6 થી 8 ઇંચ વરસાદ જ્યારે સુરત સહિત ના ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ ની શકયતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે...આગામી ત્રણ દિવસ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તો મધ્ય ગુજરાત,ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છમાં 1 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. તારીખ 28 જૂન થી જુલાઈના પ્રથમ સપ્તાહમાં દેશ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે ની આગાહી અંબાલાલ પટેલે કરી છે..ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીઓ અને તળાવોમાં નવા પાણીની આવક થશે...દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે થી અતિભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ નું નિર્માણ થવાની શક્યતા રહશે..દક્ષિણ સૌરાષ્ટ્ર ના કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ પડી શકે છે...આગામી 28 જૂન થી જુલાઈ ના પ્રથમ સપ્તાહમાં વરસાદના ભારે વહન ના પગલે રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે ની વાત અંબાલાલ પટેલે કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram