કથિત માટી કૌભાંડની તપાસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કમિટીની રચના કરી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jul 2021 05:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) કથિત માટી કૌભાંડમાં નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. abp અસ્મિતાની તપાસમાં લાખો રૂપિયાની માટી નંખાયાના ખોટા વાઉચર દર્શાવાયા હોવાનો ભાંડાફોડ થયો છે. વાઉચરમાં જે નંબરે ટ્રેક્ટર દર્શાવાયુ તે નંબરની કાર હોવાનો ખુલાસો થયો હતો. માટીના ફેરા ગણવાની જવાબદારી સોંપાઈ હતી તે પૂર્વ કોચે કુલપતિને ફરિયાદ કરી હતી. ત્રણ દિવસમાં બસો પચાસ જેટલા ફેરા નાખ્યા હોવાની કુલપતિને લેખિતમાં ફરિયાદ કરી હતી. જોકે, માટીના બિલમાં નવસો ફેરાના વાઉચર બન્યા હતા. યુનિવર્સિટીએ આ મામલે તપાસ માટે સમિતિની રચના કરી હતી.