શૈક્ષિક મહાસંઘે સરકારના શિક્ષણ વિભાગને ગણાવ્યો ભ્રષ્ટ, ઉપવાસ આંદોલન કરવાની કરાઇ જાહેરાત

Continues below advertisement

પ્રાથમિક શિક્ષકોનું શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કરાવવાના સરકારના નિર્ણયથી શિક્ષણ વિભાગમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કેમ કે હવે સર્વેક્ષણને એક દિવસ બાકી છે ત્યારે શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં શૈક્ષિક મહાસંઘ સાથે મળેલી બેઠક પૂર્ણતઃ નિષ્ફળ નિવડી છે.  બેઠક બાદ શૈક્ષિક સંઘના પદાધિકારીઓએ સરકારના શિક્ષણ વિભાગ વિરૂદ્ધ બેફામ નિવેદનબાજી કરી છે. સર્વેક્ષણથી 95 ટકા શિક્ષકો દૂર રહેવાના દાવો કરવાની સાથે જ સર્વેક્ષણને સફળ બનાવવા વિભાગ ખોટી રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા હોવાનો પણ શૈક્ષિક સંઘે આરોપ લગાવ્યો છે.. એટલુ જ નહી.. આવતીકાલે સર્વેક્ષણથી અળગા રહીને એક દિવસનો ઉપવાસ કરવાની, તેમજ ધિક્કાર દિવસ મનાવવાની શૈક્ષિક મહાસંઘે શિક્ષકોને હાંકલ કરી છે. શિક્ષણ વિભાગના કારણે જ રાજ્ય સરકાર બદનામ થતી હોવાના પણ શૈક્ષિક મહાસંઘે આરોપ લગાવ્યા હતા. શિક્ષકોનું અહિત થાય તેવુ સરકાર કોઈ કામ કરશે તો તેનો વિરોધ કરવાની ઘોષણા કરવાની સાથે જો શિક્ષકોને નોટિસ આપવામાં આવશે તો તેની સામે લડી લેવાની પણ શૈક્ષિક સંઘે ચીમકી ઉચ્ચારી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram