Shaktisinh Gohil | ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ક્યાંક ક્યાંક ભાજપવાળા લોકો જ નીકળે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ જિલ્લાના ગોંડલ માં શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથે કરી વાત.. જ્યાં જ્યાં ગેરકાયદેસર કામો થાય છે ત્યાં ત્યાં ભાજપ નેતાઓની સંડોવણી નીકળે છે. કેન્દ્ર સરકારનું બજેટ ખુરશી બચાવો બજેટ.. કેન્દ્ર સરકારે પોતાની ખુરશી બચાવવા માટે બિહાર અને આંધ્રપ્રદેશને બજેટમાં લ્હાણી કરી છે. ગોંડલ સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા. ગોંડલ તાલુકામાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.. બિહાર પુર નિયંત્રણ માટે સ્પેશિયલ હજારો કરોડ ફાળવી આપ્યા તો ગુજરાતમાં વારંવાર ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે. દર વખતે સૌરાષ્ટ્રના આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય. નવસારી, સુરત, દ્વારકા, પોરબંદરમાં અતિવૃષ્ટિ થઈ. ગુજરાતમાં અનેકવાર પૂર આવે છતાં એક રૂપિયાની ફાળવણી ગુજરાત માટે બજેટમાં નથી......