Shamlaji Annkut | શામળાજી મંદિરે દિવાળીને લઈ ધરાવાયો અન્નકુટ, હજારો ભક્તોએ કર્યા દર્શન

Continues below advertisement

Shamlaji Annkut | અરવલ્લી જિલ્લામાં ભગવાન શામળિયાના મંદિરે સામાન્ય રીતે દર વર્ષે અન્નકૂટ બેસતા વર્ષના દિવસ ધરવાતો હોય છે, પરંતુ આ વર્ષે પળતર દિવસ હોવાથી  અન્નકૂટ આજે આસો વદ અમાસ ના દિવસે ધરાવાયો હતો. શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી આજે આસો વદ અમાસ ના  દિવસે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાને અલગ-અલગ મીઠાઈ, અવનવી ફરસાણ સહિત જાતજાતના 56 ભોગ બનાવીને ભગવાનને અન્નકૂટ ધરાવાયો હતો. ભગવાન શામળિયાને અન્નકૂટ ધરાવાયો એ અગાઉ માટીનો મગર અને ભાતનો ગોવર્ધન બનાવીને ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી. શાસ્ત્રીઓ દ્વારા વૈદિક પદ્ધતિથી ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન સન્મુખ સરસ મજાની વાનગીઓ ગોઠવીને વૈદિક મંત્ર વડે અન્નકૂટ ધરાવાયો હતો અને અન્નકૂટના દર્શન યોજાયા હતાં. દૂરદૂરથી આવેલા હજારો ભક્તો એ ભગવાનના, અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram