Aravalli Farmer | અરવલ્લી જિલ્લામાં મગફળીના 24 નંબરના ક્રાંતિ બિયારણની અછત

Continues below advertisement

અરવલ્લી જિલ્લામાં સરેરાશ 2 ઇંચ વરસાદ બાદ ખેડૂતોએ વાવણી શરૂઆત કરી છે ત્યારે મગફળીનું ગુણવત્તા સભર બિયારણ ક્રાંતિ 24 ની અછત સર્જાતા ખેડૂતોએ બીજા પાકનું વાવેતર કરવાની ફરજ પડી રહી છે..

અરવલ્લી જિલ્લામાં ચોમાસુ ખેતી માટે ખેડૂતોએ તૈયારીઓ પૂર્ણ કરી રાખી હતી જેને લઈને ખેડૂતોએ 6 તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ બાદ વાવણીની શરૂઆત કરી છે ખેડૂતો દ્વારા મગફળીમાં 19845 હજાર હેકટર, સોયાબીનમાં 13427 હેકટર , કપાસમાં 13427 હેકટર તેમજ મકાઈમાં 4241 હેકટર જમીનમાં વાવેતર કર્યું છે  હજુ પણ અનેક ખેડૂતો દ્વારા વાવેતર કરવાનું બાકી છે જિલ્લામાં મગફળીનું 24 નંબરનું ક્રાંતિ બિયારણ સૌથી વધુ વાવેતર થાય છે જેનું કારણ તેની ગુણવત્તા અને ઉત્પાદન છે આ સંજોગોમાં જિલ્લામાં હાલ મગફળીનું ક્રાંતિ 24 બિયારણની અછત જોવા મળી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram