Surendranagar | ભારે પવન ફુંકાતા ફેક્ટરીનું બોઈલર ઉડીને નીચે પડ્યું..ઈલેક્ટ્રિક થાંભલાને પણ નુકસાન
Continues below advertisement
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના લીંબડી, ધાંગધ્રા અને વઢવાણમાં વરસાદી માહોલ છે. ધાંગધ્રામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. લીંબડી શહેર અને ગ્રામ્ય પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આસપાસના ગામડાઓ બોરણા, બોડિયા,ચોરણીયા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતો સહિત લોકો ખુશ ખુશાલ થયા છે... ભારે પવન ફુંકાવાના કારણે ફેક્ટરીનું બોઈલર ઉડીને નીચે પડ્યું હતું.. બોઈલર નીચે પડતા ઈલેક્ટ્રિક થાંભલા પણ નીચે પડ્યા હતા... સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી..
Continues below advertisement