Surendranagar News: સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ગંદકીનું સામ્રાજ્ય, કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાનો આરોપ
Continues below advertisement
સુરેન્દ્રનગરની ભોગાવો નદી બની પ્રદુષિત. ભોગાવો નદીમાં ગંદુ અને કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાના સ્થાનિકોનો આરોપ છે. નદી વિસ્તારમાં રહેતા નાગરિકો અને નદી પરથી પસાર થતાં રાહદારીઓ દુર્ગંધને કારણે પરાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. નદી પ્રદુષિત બનતા પાણીજન્ય રોગોનો પણ ભય લોકોમાં સેવાઈ રહ્યો છે. નદીના પટમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન પણ મોટા પ્રમાણમાં થતુ હોવા છતા પ્રસાશનને જાણે આંખ આડા કાન કરી બેઠું છે. સુરેન્દ્રનગર સીનીયર સીટીઝનો અને ભોગાવો નદી હિત રક્ષક સમિતિએ અનેકવાર જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ રજૂઆત કરી હોવાનો દાવો છે. આ નદીની સફાઈ અંગે કે નદી શુદ્ધિકરણ માટે પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોએ નદીને શુદ્ધ કરી સ્વચ્છ કરવાના માગ કરી રહ્યા છે.
Continues below advertisement