સુરેન્દ્રનગરઃ પોલીસ અને બુટલેગરો વચ્ચે સામ-સામે છ રાઉન્ડ ફાયરિંગ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Nov 2020 05:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરેંદ્રનગરના માલવણ હાઈવે પર પોલીસ અને ગેડિયા ગેંગના શખ્સો વચ્ચે સામસામે ફાયરિંગની ઘટના બની હતી. પોલીસ અને બુટલેગરો વચ્ચે સામસામે અંદાજે 6 રાઉંડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે કારને ઉભી રાખતા બુટલેગર કાર ચાલક ભાગી છૂટ્યો હતો. જોકે પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી ઝડપી પાડી હતી. સામસામા ફાયરિંગમાં એક શખ્સને ઈજાઓ પહોંચી હતી. જ્યારે એક શખ્સ નાસી છૂટ્યો હતો. સામસામા ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી.