Surendranagar News | બે આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર કર્યું ફાયરિંગ, પોલીસે કર્યું હવામાં ફાયરિંગ

Continues below advertisement

Surendranagar News | લખતર તાલુકાના ઈંગરોડીમાં ગુજસીટોકના બે આરોપીઓએ પોલીસ ટીમ પર કર્યું ફાયરીંગ. LCB પોલીસ, બજાણા પોલીસ તેમજ લખતર પીએસઆઈ સહિતનો કાફલો ગુજસીટોકના પેરોલ જંપ બે આરોપીઓને ઝડપવા ગઈ હતી. પીએસઆઈ આર.એચ.ઝાલા પર આરોપીઓ દ્વારા હુમલો કરતા સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હુમલા બાદ નાસતા ફરતા બન્ને આરોપીઓ ફિરોઝઅલી મલેક તેમજ શરીફ અલારખા ડફેરને પોલીસે ઝડપી પાડયા. બન્ને આરોપીઓ દ્વારા પોલીસ પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું. પોલીસ દ્વારા પણ એક હવા માં ફાયરીંગ કરવામાં આવ્યું હતું. સામ સામે ફાયરીંગ કરવામાં આવ્યું હતું ફાયરીંગ થી કોઈ ને ઈજા નથી થઈ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram