Surendranagar News | લગ્ન પ્રસંગમાં ગરબા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ગંભીર

Continues below advertisement

Surendranagar News | સુરેન્દ્રનગર જિલ્લાના રાણાગઢ ગામે જૂથ અથડામણ. લગ્ન પ્રસંગમાં ગરબા ગાતી વખતે બોલાચાલી થયા બાદ જૂથ અથડામણની ઘટના. 20 થી વધુ લોકોએ કર્યો સામસામે હથિયાર થી હુમલો. અથડામણની ઘટનામાં સામસામે તલવાર ધારીયા પાઇપ જેવા શાસ્ત્રોથી હુમલો કરવામાં આવતા 10 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે લાવવામાં આવ્યા. ઘટનાને લઇ રાણાગઢ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર બંધી છતાં પણ જૂથ અથડામણમાં શસ્ત્રો ધીંગાણા થઈ રહ્યા છે. જિલ્લા કલેકટરના જાહેરનામાનો સારેઆમ ભંગ થઈ રહ્યો છે. ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram