Surendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?

Continues below advertisement

Surendranagar Crime: રાજ્યમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં ગઇકાલે એસએમસી પોલીસની કારને એક ભયંકર અકસ્માત નડ્યો છે, ખરેખરમાં, એસએમસી પોલીસની કાર દારૂ ભરેલી ક્રેટા કારનો પીછો કરી રહી હતી, આ દરમિયાન એક ટ્રેલર વચ્ચે આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એસએમસી પીએસઆઇ જે.એમ. પઠાણનું ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યુ હતુ. આ ઘટના અનેક સવાલો ઉભા થયા છે, આ અકસ્માત છે કે કોઇ અન્ય કારણ તેની પણ તપાસની માંગ ઉઠી છે. 

સુરેન્દ્નનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ ખુદ પોલીસ પણ આનો ભોગ બની રહી છે. મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરના કઠાડા નજીક SMCના PSIનું અકસ્માતમાં મોત થયુ છે. ઘટનાની વિગતો એવી છે કે, એસએમસી ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણને બાતમી મળી હતી કે એક ક્રેટા કાર દારૂ ભરીને દસાડા-પાટડી રૉડ પરથી પસાર થવાની છે. SMCની ટીમે આના પર કાર્યવાહી કરતાં રૉડ બ્લૉક કરીને ક્રેટા કારને આંતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે પાટડી તરફ બન્ને વાહનો ત્યાંથી પસાર થઈ ગયા હતા. SMC ટીમની કારે ફિલ્મી ઢબે બન્ને વાહનોનો પીછો કર્યો હતો. તે સમયે SMCની કારની ટ્રેલર સાથે ટક્કર થઈ હતી. દારૂ ભરેલી ક્રેટા કારને રોકવા જતા ટ્રેલર વચ્ચે આવી ગયું અને SMCની કારની ટ્રેલર સાથે ભયંકર ટક્કર થઈ હતી. આથી દારૂ ભરેલી ક્રેટા કાર ત્યાંથી ફરાર થવામાં સફળ થઈ હતી.

અકસ્માતની ઘટનામાં ટ્રેલરના ટક્કરથી PSIને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, અને ઈજાના કારણે મોત નિપજ્યું હતું. સાથે અન્ય બે પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી હતી. આ મામલે  દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ શરૂ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram