Banaskantha News: પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના! બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોત
પાલનપુર-આબુ હાઈવે નજીક આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીમાં સવારે બનેલી હૃદયદ્વાવક ઘટના બની છે. બાથરૂમમાં કિશોરીનું ગીઝરના ગેસથી ગૂંગળાઈ જતાં મોત થયું છે.15 મિનિટ સુધી બહાર ન નીકળતાં માતાએ દરવાજો ખખડાવ્યો, જાળીમાંથી જોતા મૃત પડી હતી જોકે ડોક્ટરોનું પણ માનવું છે કે ગેસ ગીઝરે અસાધારણ છે પરંતુ એને સાધારણ તરીકે ન લઈ શકાય જ્યારે ટેકનિકલ એક્સપર્ટોનું કહેવું છે કે ગેસ ગીઝરની નિયમિત સર્વિસ થવી જોઈએ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના. બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોત. પાલનપુર-આબુ રોડ નજીક આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીમાં રહેતી 13 વર્ષીય દુર્વા નામની કિશોરી બાથરૂમમાં નહાવા માટે ગઈ હતી. 15 મિનિટ બાદ પણ બહાર ન નીકળતા માતાએ દરવાજો ખટખટાવ્યો. પરંતુ દરવાજો ન ખુલ્યો. મકાનની પાછળ કાચની જાળીમાંથી માતાએ જોયું તો દુર્વા મૃત હાલતમાં પડી હતી. તાત્કાલિક તેને સારવાર માટે ખસેડાઈ. પણ તબીબોએ તેને મૃત જાહેર કરી. કિશોરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ. તબીબોએ પણ અપીલ કરી કે, જે લોકો ગેસ ગીઝર વાપરતા હોય તેમણે નિયમિત તેની સર્વિસ કરાવવી જોઈએ.