બનાસકાંઠાઃ શોભાના ગાંઠિયા સમાન કોવિડ સેન્ટર, સ્ટાફના લોકો નથી રહેતા હાજર
Continues below advertisement
કોરોનાની મહામારી વચ્ચે બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે કોરોના કેર સેંટર શોભાના ગાંઠીયા સમાન બન્યા છે. અહીં અંતરિયાળ ગામોમાં કોરોના કેર સેંટર શરુ કરાયા, ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ પણ ફાળવ્યો, પરંતુ સ્ટાફના લોકો હાજર જ નથી થતા. જેના કારણે દર્દીઓ સેંટર પર આવીને પરત ફરે છે. શાળા અને હૉસ્ટેલમાં કોરોના કેર સેંટરો શરુ કરાયા છે. સુરેલા ગામમાં કોવિડ કેર સેંટર તો શરુ કરાયું પણ તે કાગળ પર છે. અહીંની પ્રાથમિક શાળાના સેંટર પર તાળા લાગેલા છે. આ અવ્યવસ્થાના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે.
Continues below advertisement