અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રીએ પારંપરિક ઇંગોરિયા યુદ્ધ છેડાયું, જુઓ વીડિયો
Continues below advertisement
અમરેલીના સાવરકુંડલામાં દિવાળીના દિવસે થતી ઈંગોરીયાની લડાઈ અને યુદ્ધ એક અનોખું જ છે અને રોમાંચક છે. સાવરકુંડલામાં છેલ્લા 70 વર્ષથી વધુ સમયથી ઈંગોરીયા યુદ્ધની રમત રમવાની અહીં આ પરંપરા ચાલી આવે છે.અહીંના ઇતિહાસ પ્રમાણે વર્ષો પહેલા સાવર અને કુંડલા એમ બે ભાગોમાં યુવાનો વહેંચાઈ જતા અને રાત્રીના 10 વાગ્યાથી સવાર સુધી સામેં-સામે સળગતા ઈંગોરીયા ફેંકી લડાઈ કરવામાં આવતી હતી.આ પરંપરા આજે પણ ચાલી આવી છે અને કોરોના કાળમાં પણ યુવાનો આ પરંપરા ભૂલ્યા નથી.તો ઈંગોરીયાની વાત કરીએ તો ઈંગોરિયા એટલે એક ઝાડ ઉપર થતું ફળ. આ ઈંગોરિયાને ઝાડ પરથી ઉતારી સૂકવી તેની અંદર દારૂખાનું ભરીને તૈયાર કરવામાં આવે છે. આ ઈંગોરિયામાં દેશી કોલસાનો ખાંડી ભૂકો,ગંધક,સુરોખાર, ભેળવીને આ દારૂ ખાનું ખીલા જેવા સાધનોથી ભરવામાં આવે છે
Continues below advertisement