અમદાવાદ સાયન્સ સિટીમાં તૈયાર થયેલ નેચરપાર્ક આવું છે અને આ છે તેની વિશેષતા, જુઓ વીડિયો
અમદાવાદના સાયન્સ સિટીમાં તૈયાર થયેલ નેચર પાર્ક અદભૂત રોમાન્ચ અને એડવેન્ચરનો અનુભવ કરાવનારૂં બની રહેશે. જી હાં, અમદાવાદના સાયન્સ સિટીમાં ફૅઝ 2ના નવા પ્રોજેકટમાં ત્રણ અવનવા આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે. 8 હેકટરમાં કુદરતના અવનવા રંગોની પરિચય આ આ નેચર પાર્કનું નિર્માણ ખરેખર અદભૂત છે. નેચરપાર્કમાં એક મોટું ઉદ્યાન બનાવાયું છે. ેજમાં આપને લુપ્ત થયેલા અને અન્ય વિવિધ વન્ય જીવોના સ્ક્લ્પચર જોવા મળશે. આ સ્કલ્પચર પર સાથે સેલ્ફી લઇ શકાય માટે શેલ્ફી પોઇન્ટ પણ બનાવાયા છે. નેચર પાર્કમાં આપ બોટિંગની પણ મોજ માણી શકશો. ઉપરાંત અહીં બામ્બુ મિસ્ટ ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે એક ટનલ છે. જ્યાં જઇને આપ જંગલની અનોખી દુનિયાનો અનુભવ કરી શકશો. બાળકના આકર્ષણમાં વધારો કરતો બટરફ્લાય ગાર્ડન અને અવનવા ફુલ છોડનો નજારો નેચરપાર્કની સુંદરતામાં એક કલગી સમાન છે. આ ઉપરાંત નેચરપાર્કમાં અન્ય આકર્ષણો ની વાત કરીએ તો અહીં ગાર્ડન ઓફ કલર, ઓક્સિજન પાર્ક, કેક્ટ્સ ગાર્ડન, ચેસ કમ યોગા ગાર્ડન, ઓપન જિમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, તેમજ રુ.269 કરોડના ખર્ચે બનાવાયેલી એક્વાટિક ગેલરી આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે જે સમુદ્રી જીવપ્રેમીઓ માટે પણ નવું નજરાણું રહેશે.