આ નર્સ એક્સપાયરી થયેલા ઈંજેક્શનનાં કાળાં બજાર કરતી હતી, સુરતમાં પણ પોલીસે કાળા બજારીયાઓને પકડેલા............માણસ કેમ જાનવર બની શકે ?
Continues below advertisement
રાજ્યમાં મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. દર્દીઓ વધતા હોસ્પિટલોમાં બેડ, ઓક્સિન નથી મળી રહ્યા. ત્યારે કોરોના સારવામાં ઉપયોગી એવા ઈંજેક્શનની કાળાબજારીના કિસ્સા સામે આવી રહ્યાં છે. મહેસાણાની કડીમાં આવેલી રિધમ હોસ્પિટલની નર્સ ઈન્જેક્શનની કાળાબજારી કરતા ઝડપાઈ છે.ગુડ્ડી રાજપૂત નામની નર્સ રેમડેસિવીર ઈન્જેક્શન 15 હજારમાં વેચતી હોવાનો પર્દાફાશ થયો છે. આટલું જ નહીં તેની પાસેથી એક્સપાઈરી ડેટ વાળા ઈન્જેક્શન પણ મળી આવ્યા છે. સુરતમાં પણ ઈંજેક્શન વેચતા 6 આરોપી ઝડપાયા હતા. 12 ઈંજેક્શન સાથે આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આરોપી ખોટા પ્રિસ્ક્રિપ્શનથી સીવીલમાંથી ઈંજેક્શન મેળવતા અને 899 રૂપિયાનું ઈંજેક્શનનું 12 હજારમાં વેચતા હતા.
Continues below advertisement