Godhra News: ગોધરામાં વિદ્યાર્થિનીના મોતનો કેસમાં ત્રણ શિક્ષકોને કરાયા સસ્પેન્ડ
ગોધરાની કાજીવાડા સ્કૂલમાં દાઝી જવાથી વિદ્યાર્થિનીના મોતના કેસમાં ત્રણ શિક્ષકો સસ્પેન્ડ. બેદરકારી દાખવવા બદલ ઇન્ચાર્જ આચાર્ય જયશ્રીબેન, શિક્ષિકા પાર્વતીબેન અને ભૂમિકાબેનને છ મહિના માટે સસ્પેન્ડ..સેનેટાઇઝરના કારણે દાઝી જવાથી કિશોરીનું થયું હતું મોત..
પંચમહાલ જિલ્લાના ગોધરાની કાજીવાડા શાળામાં બાળકીની દાઝી જતા મોત કેસમાં કાર્યવાહી તેજ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે ઇન્ચાર્જ આચાર્ય અને બે શિક્ષિકાઓને સસ્પેન્ડ કર્યા છે. તો મૃતક વિદ્યાર્થિનીની માતા એ આચાર્ય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પણ કાર્યવાહી તેજ કરી છે. ગોધરાના કાજીવાડા વિસ્તારની મિશ્ર શાળામાં ધોરણ 8નો અભ્યાસ કરતી બાળકી 17 ઓગસ્ટે શાળામાં દાઝી ગઈ હતી. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી. પરંતુ એક મહિનાથી વધુની સારવારના અંતે તેણે દમ તોડ્યો. આ ઘટનામાં હવે ગંભીર બેદરકારી દાખવવા બદલ ઇન્ચાર્જ આચાર્ય જયશ્રીબેન, શિક્ષિકા પાર્વતીબેન અને ભૂમિકાબેનને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા. તો પોલીસે ઈન્ચાર્જ આચાર્ય જયશ્રીબેન વિરુદ્ધ બેદરકારી બદલ ફરિયાદ નોંધી છે.