Tourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓ
દિવાળીના વેકેશનમાં પ્રવાસન સ્થળોની સાથે ધાર્મિક સ્થળો પણ પ્રવાસીઓની પહેલી પસંદ છે. છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળ ઉપર 61 લાખ પ્રવાસીઓએ મુલાકાત કરી જેમાં સૌથી વધુ 13 લાખ પ્રવાસીઓએ દ્વારકાધીશના દર્શન કર્યા છે. દેશ વિદેશના સહેલાણીઓમાં ગુજરાત પ્રવાસન ક્ષેત્રે આકર્ષણ વધારી રહ્યું છે. દર વર્ષે અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોએ ફરવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે દિવાળીમાં 26મી ઓક્ટોબરથી 15મી નવેમ્બર દરમિયાન 20 દિવસના ગાળામાં રાજ્યના 16 પ્રવાસન સ્થળો તેમજ તીર્થધામોની 61,67, પ્રવાસીઓએ મુલાકાત લીધી, જેમાં ફરવાના સ્થળોની સરખામણીમાં તીર્થધામોના દર્શને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા.. દર વર્ષે અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોએ ફરવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે દિવાળીમાં 26મી ઓક્ટોબરથી 15મી નવેમ્બર દરમિયાન 20 દિવસના ગાળામાં રાજ્યના 16 પ્રવાસન સ્થળો તેમજ તીર્થધામોની 61,67, પ્રવાસીઓએ મુલાકાત લીધી, જેમાં ફરવાના સ્થળોની સરખામણીમાં તીર્થધામોના દર્શને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા..