Vadodara| SSG હોસ્પિટલનું ફુડ જ દર્દીઓને પાડશે બિમાર... ક્યાંક જીવાત તો ક્યાંક વાસી ફુડ

Continues below advertisement

વડોદરાની SSG હોસ્પિટલના કેન્ટીનમાં પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બટાકા અને ટામેટા બગડી ગયેલા મળી આવ્યા છે. સાથે જ ખાંડ ભરેલી ગુણમાંથી જીવાત મળી આવ્યા છે... જેને લઇને પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા નમુના લઇને તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.  આ સાથે  સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ પહોંચીને સ્થિતી અંગે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગમાં પણ રજુઆત કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું.વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આવેલી છે. અહિંયા સેંકડોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. દર્દીઓની ખબર કાઢવા માટે આવેલા પરિજનો કેન્ટીનમાંથી જમવાનુે લેતા હોય છે. એસએસજી હોસ્પિટલના કેન્ટીનમાં મળતા ભોજનમાંથી ગંધ આવતી હોવાનું, અને તેના સ્વાદને લઇને ફરિયાદો ઉઠતા આજે પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. જેમાં અનેક ક્ષતિઓ જણાઇ આવી છે. સાથે જ વિસ્તારના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન કાકા પણ પહોંચ્યા છે. અને આ અંગે ઉચ્ચ સ્તરે રજુઆત કરવાનું તેઓ જણાવી રહ્યા છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram