Valsad News : જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરીના વિરોધમાં વલસાડના માછીમારો હડતાળ પર ઉતર્યા

Continues below advertisement

સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરી કરતા હોવાના આરોપ સાથે વલસાડ જિલ્લાના માછીમારો હડતાળ પર ઉતર્યા.. વિરોધ વ્યક્ત કરતા માછીમારોએ પોતાની બોટોને કિનારે લાંગરી દીધી હતી.. નારગોલમાં માછીમારોની વિશાળ સભા મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દાદાગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો.. જાફરાબાદના માછીમારો અને વલસાડ જિલ્લાના નારગોલ, ઉમરગામ અને ખતલવાડ સહિતના માછીમારો વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.. ઉમરગામના માછીમારોનો આરોપ છે કે જાફરાબાદના માછીમારો ગેરકાયદે પોતાના વિસ્તાર છોડી અને નક્કી થયેલી હદ સહિત તમામ સમજૂતીઓનો ભંગ કરે છે.. ગેરકાયદે વલસાડ જિલ્લાના દરિયાઈ હદમાં આવીને જાફરાબાદના માછીમારો માછીમારી કરે છે.. સરકારી નીતિ નિયમો અને માછીમાર સંગઠનો વચ્ચે થયેલી અગાઉ સમજૂતીઓને ભંગ  કરી દાદાગીરીથી જાફરાબાદના માછીમારો વલસાડ જિલ્લાની દરિયાઈ હદમાં આવીને માછીમારી કરતા તેઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે.. અને જો આગામી સમયમાં જાફરાબાદના માછીમારોની દાદાગીરી યથાવત રહેશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram