Valsad Heavy Rain | વલસાડમાં વહેલી સવારથી તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાં
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત્ છે. આજે વાપી અને પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાપીમાં વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. વાપી સ્ટેશન રોડ, ગીતાનગર રોડ, વાપી રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે. વાપીના મુખ્ય માર્ગોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
ગુજરાત રાજ્યની અડીને આવેલા મહારાષ્ટ્રના ઉપર સક્રિય થયેલી મોન્સૂમ સિસ્ટમને પગલે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્ય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર ઈનિંગ રમી રહ્યા છે. વલસાડ જિલ્લામાં શનિવારે વહેલી સવારથી વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી તેમજ દમણ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં 07 MM, ધરમપુર તાલુકામાં 31 MM, પારડી તાલુકામાં 10 MM, કપરાડા તાલુકામાં 36 MM, ઉમરગામ તાલુકામાં 29 MM, વાપી તાલુકામાં 38 MM વરસાદ નોંધાયો છે.