Vav By Election Result 2024 : 10 હજારથી વધુ લીડથી કોંગ્રેસ વટથી જીતશે | ઠાકરશી રબારીનો દાવો

Continues below advertisement

Vav By Election Result 2024 : 10 હજારથી વધુ લીડથી કોંગ્રેસ વટથી જીતશે | ઠાકરશી રબારીનો દાવો

Vav By Election: વાવ પેટાચૂંટણીના શરુઆતના પરિણામો આવી રહ્યા છે. છઠ્ઠા રાઉન્ડના મતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. તેઓ 6399 મતોથી આગળ ચાલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, 5માં રાઉન્ડના અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 2611 મતથી આગળ હતા. જે બાદ છઠ્ઠા રાઉન્ડમાં તેમની લીડમાં મોટો ઉછાળો આવ્યો છે. આમ ગુલાબસિંબ બીજેપીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમદેવાર માવજી પટેલ પર ભારે પડી રહ્યા છે. જો કે, હજુ ભાભરના મતોની ગણતરી બાકી છે. ભાભરને બીજેપીનો ગઠ માનવામાં આવે છે. બીજેપી નેતાઓનું કહેવું છે કે, ભાભરની ગણતરી બાદ બીજેપી આગળ નિકળશે.

વાવ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પાલનપુરના જગાણામાં આવેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં કરવામાં આવી રહી છે. સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી થઈ હતી. બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થયા બાદ 321 બુથના ઈવીએમની 23 રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે કુલ 70.55 ટકા મતદાન થયું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram