Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારી
Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારી
બનાસકાંઠા: બનાસકાંઠાની વાવ બેઠક પરની પેટા ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે. વાવ બેઠક પર કાંટે કી ટક્કર બાદ ભાજપની જીત થઈ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરુપજી ઠાકોર વાવ બેઠક પર 2442 મતે વિજેતા બન્યા છે. વહેલી સવારથી વાવ બેઠક પર મતગણતરી શરુ થઈ હતી. 12 રાઉન્ડ સુધી કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આ બેઠક પર આગળ ચાલી રહ્યા હતા.
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂત 18 રાઉન્ડ સુધી આગળ ચાલી રહ્યા હતા. છેલ્લા ચાર રાઉન્ડમાં જ સ્વરુપજી ઠાકોરે શાનદાર વાપસી કરી અને જીત મેળવી છે. સ્વરુપજી ઠાકોરની આ જીતને ખૂબ જ મોટી માનવામાં આવે છે. આ વાવ બેઠક કૉંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર જીત મેળવી છે. હારની જવાબદારી સાંસદ ગેનીબેન ઠાકોરે સ્વીકારી છે.