Somnath: ત્રિવેણી ઘાટ પર યુવક-યુવતીને માર મારતા પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Feb 2021 06:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોમનાથ નજીકનો ત્રિવેણી સંગમના ઘાટના આ દ્રશ્યો છે. ત્રિવેણી સંગમ ઘાટ પર કેટલા યુવક-યુવતીઓ બેઠા હતા. આ સમયે જ મહિલા પોલીસ અને બે પોલીસ કર્મચારીઓ ત્યાં આવી ચડ્યા અને યુવક-યુવતીઓને બેફામ ફટકારવા લાગ્યા હતા. યુવતીઓ આજીજી કરી રહી છે પરંતુ પોલીસ છે કે કંઈ સાંભળવા તૈયાર નથી. વીડિયોમાં ક્યારેય મહિલા પોલીસ કર્મચારી યુવકોને લાફા ઝીંકી રહી છે તો પોલીસ કર્મચારી યુવકોને બેરહેમીપૂર્વક લાકડીઓ ફટકારી. ઘટના બે દિવસ પહેલાની છે. આ બે દિવસ પૂર્વેની ઘટનાનો વીડિયો હાલ વાયરલ થયો છે. એબીપી અસ્મિતા વીડિયોની પુષ્ટી નથી કરતી.