Banaskantha News: કાંકરેજના શિહોરી સરકારી હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ, દર્દીને બહાર બાંકડા પર જ સુવાડી દીધો
બનાસકાંઠાના કાંકરેજની શિહોરી સરકારી હોસ્પિટલની બેદરકારીનો વિડીયો સામે આવ્યો સરકારી હોસ્પિટલમાં જગ્યા હોવા છતાં દર્દીને બહાર બાંકડા ઉપર બોટલ ચડાવ્યા હોવાનું વિડીયો વાયરલ થયો હતો જોકે ઇજાગ્રસ્ત દર્દીને હોસ્પિટલ બહાર બાંકડા ઉપર બોટલ ચડાવ્યા હોવાનું સામે આવ્યું સાથે સાથે દર્દીની પત્નીના હાથમાં બોટલ પકડાવી દર્દી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યા હોવાનું જાણવા મળ્યું જો કે સમગ્ર મામલે સરકારી હોસ્પિટલના તબીબી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે દર્દીની શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેને ધારપુર સિવિલ ખાતે ખસેડવો જરૂરી બન્યો હતો તે દરમિયાન એમ્બ્યુલન્સ ને બોલાવવામાં આવી હતી તે સમયે જ દર્દી પોતાની જાતે બાંકડા ઉપર બેઠેલો હતો અને તે દરમિયાન હોસ્પિટલ નો સ્ટાફ પણ સાથે હોવાનું ડોક્ટરે જણાવ્યું છે તો સાથે સાથે એમ્બ્યુલન્સ ડીલે થઈ જેના કારણે પેસેન્ટ બોકડા ઉપર બેઠેલું હતું..