Lockdown: દર વર્ષે પાછો ફરી શકે છે કોરોના વાયરસ ?

Continues below advertisement

એક ચાઇનીઝ એક્સપર્ટનું કહેવું છે કે "Summer won’t necessarily lead to fewer cases " એટલે કે ગરમી આવવાનો એ અર્થ નથી કે કોરોનાનો કહેર ઓછો થઇ જશે પરંતુ ચીનના  વૈજ્ઞાનિકોનું માનવું છે કે Coronavirus દર વર્ષે પાછો ફરે તેવી સંભાવનાઓ છે. ચીન હજુ પણ અનેક asymptomatic cases એટલે કે એવા કેસ જેમાં  કોઇ લક્ષણો જોવા મળ્યા નહોતા તેની શોધ કરી રહ્યું છે. જ્યારે ચીનનો દાવો છે કે તેણે કોરોના પર નિયંત્રણ મેળવી લીધું છે.

 આ વાયરસ એક pathogenની જેમ કામ કરે છે જેમ એક નોર્મલ ફ્લૂ હોય છે.  એવી જ રીતે  આ સિઝનલ રીતે દર વર્ષે આવી શકે છે. દુનિયાના  મોટા  રિસર્ચર અને ઘણા  દેશોની સરકારો પણ સહમત છે કે આ વાયરસ આટલા મોંઘા અને લાંબા લોકડાઉન છતાં  પુરી રીતે  દૂર કરી શકાશે નહીં.

 કેટલાક પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સ જ્યાં એક તરફ controlled રીતે younger populationમાં આ વાયરસ ફેલાવવાના  પક્ષમાં છે. જે નેચરલ વેક્સિન માટે Herd Immunityની રીત  છે. જ્યારે સ્વિડન જેવા  દેશ લોકડાઉનના  પક્ષમાં નથી. તે પોતાને ત્યાં લોકડાઉન હટાવી પણ ચૂક્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram