Weather Forecast: 'સૌરાષ્ટ્ર-કચ્છ થશે જળબંબાકાર': હવામાન વિભાગની આગાહી

Continues below advertisement

રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.  આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.


'સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત. જ્યાં હજુ વરસશે અતિભારે વરસાદ...'હવામાન વિભાગે કરી છે આ આગાહી.આગામી સાત દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસશે વરસાદ. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત થશે પાણી-પાણી. આજે કચ્છ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદની કરાઈ આગાહી..તો આવતીકાલે જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની કરાઈ છે આગાહી...ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 44 ટકા વરસી ચૂક્યો છે વરસાદ... હવામાન વિભાગના મતે, અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 13 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે...જો કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram