Weather Updates | ગણતરીના દિવસોમાં મુંબઈથી ચોમાસુ ત્રાટકી પડશે ગુજરાત પર, જુઓ વીડિયોમાં
Continues below advertisement
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસાની ઉત્તરીય સીમા ગોવા, નારાયણપેટ, નરસાપુર અને ઈસ્લામપુરમાંથી પસાર થઈ રહી છે. IMD અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન કર્ણાટકના બાકીના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગો, તેલંગાણા અને તટીય આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ છે. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશમાં પહોંચવાની સંભાવના છે, જે સામાન્ય આગમન કરતાં બે દિવસ વહેલું છે.ગુજરાતમાં પણ પ્રિ મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. આગામી 12 તારીખે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. આ પહેલા હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદના આગાહી કરી છે.
Continues below advertisement