સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પત્ર મુદ્દે રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ શું કરી સ્પષ્ટતા?
Continues below advertisement
કોરોનાના કેસો વધતા સોસાયટીમાં ફરી લોકડાઉન થવાના મેસેજ ખોટા હોવાની રાજ્યના આરોગ્ય મંત્રીએ સ્પષ્ટતા કરી. સોસાયટીમાં ફરી લોકડાઉન થવાનો આરોગ્યમંત્રીના નામનો પત્ર સોશલ મીડિયામાં વાયરલ થયો છે. આ પત્રમાં સોસાયટીમાં સ્વૈચ્છિક લોકડાઉન માટે અપીલ કરવામાં આવી છે. સાથે પ્રધાનમંત્રી મોદીનો ઉલ્લેખ કરી કોરોનાના નિયમોનું પાલન નહીં કરીએ તો પરિસ્થિતિ બગડી શકે છે તેવો પણ મેસેજ ફરતો થયો છે..સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી આવો કોઈ પણ પત્ર ન અપાયાની સ્પષ્ટતા કરવામાં આવી છે.
Continues below advertisement