Weather Forecast: '15 જૂન આસપાસ ગુજરાત પહોંચશે', હવામાન વિભાગની આગાહી

Continues below advertisement

દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે હવામાન વિભાગે વહેલા ચોમાસના સંકેત આપ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ  ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસુ બેસશે. આજે  કેરલા ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં ચોમાસાની એન્ટ્રી થઇ ચૂકી છે. હવામાન વિભાગની આગાહી  મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં સુકુ વાતાવરણ રહેશે, રાજ્યમાં  આગામી 2 બે દિવસ રાજ્યમાં પવન ફંકાશે.


કચ્છ, પાટણ અને બનાસકાંઠા માટે ધૂળ આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન 25-30 km ની ઝડપે  દક્ષિણ પશ્ચિમીથી પશ્ચિમી પવન ફંકાશે પવન ફંકાઇ શકે છે. સૌથી  વધુ અમદાવાદમાં  42.8 ડિગ્રી તાપમાન નોંધાયું  છે. 

હાલ દેશમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે, અને આગામી દિવસોમાં ચોમાસાની પણ એન્ટ્રી થઇ જશે, આ વખતે દેશમાં ચોમાસુ વહેલુ બેસશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે (29 મે, 2024) જણાવ્યું હતું કે ચોમાસું નક્કી કરતાં સમય કરતાં પહેલાં આવી શકે છે. IMD એ જણાવ્યું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું આગાહી કરતા એક દિવસ વહેલું ગુરુવારે (30 એપ્રિલ, 2024) કેરળના દરિયાકાંઠે અને ઉત્તરપૂર્વના ભાગોમાં એન્ટ્રી કરે તેવી શક્યતા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram